gu_obs/content/35.md

55 lines
7.4 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# દયાળુ પિતાની વાર્તા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-01.jpg)
એક દિવસ ઈસુ ઘણા બધા કર ઉઘરાવનારાઓને અને પાપીઓને શીખવી રહ્યા હતા, જેઓ તેમને સાંભળવા માટે એકઠા થયા હતા
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-02.jpg)
ત્યાં કેટલાંક ધાર્મિક યાજકો હતા. તેઓએ જોયું કે ઈસુ પાપીઓ સાથે મિત્રો જેવો વ્યવહાર કરી રહ્યા છે ત્યારે તેઓ માહોમાહે ટીકા કરવા લાગ્યા. માટે ઈસુએ તેઓને એક વાર્તા સંભળાવી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-03.jpg)
એક માણસને બે દીકરા હતા. નાના દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘પિતાજી, ધનસંપત્તિનો મારો હિસ્સો મને અત્યારે જ આપો! ત્યારે પિતાએ પોતાની સંપત્તિ પોતાના બન્ને દીકરાઓ વચ્ચે વહેંચી આપી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-04.jpg)
નાના દીકરાએ જલ્દીથી તેની પાસે જે કંઈ હતું તે બધું એકઠુ કર્યું અને દૂર દેશમાં ચાલ્યો ગયો અને પાપમય જીવનમાં પોતાની સંપત્તિ વેડફી નાખી
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-05.jpg)
પછી, જે દેશમાં નાનો દીકરો રહેતો હતો ત્યાં ભયંકર દુકાળ પડ્યો, અને તેની પાસે ભોજન ખરીદવા માટે પૈસા ન હતા. તેને ફક્ત ભૂંડો ચરાવવાનું કામ મળ્યું. એ એટલો દુઃખી અને ભૂખ્યો હતો કે ભૂંડોના જ ખોરાકથી પેટ ભરવા ઇચ્છતો હતો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-06.jpg)
"છેવટે, નાના દીકરાએ પોતાને કહ્યું કે, ‘હું અહીં શું કરું છું? મારા પિતાના બધા જ નોકરો પાસે ખાવા માટે પુષ્કળ ખોરાક છે. અને હું તો અહીં ભૂખે મરું છું.હું મારા પિતાની પાસે પાછો જઈશ અને તેમનો એક નોકર બનીશ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-07.jpg)
છેવટે નાનો દીકરો ફરીથી પોતાના પિતાના ઘેર જવા તૈયાર થઈ ગયો. જ્યારે તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો અને તેની પર દયા આવી. તે પોતાના પુત્ર તરફ દોડ્યો અને તેને ભેટી પડ્યો અને ચૂમ્યો.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-08.jpg)
દીકરાએ કહ્યું, પિતાજી, મેં ઈશ્વર અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છેહું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-09.jpg)
પરંતુ તેના પિતાએ પોતાના નોકરોને કહ્યું, ‘જલ્દી જાઓ અને સારા કપડાં લાવો અને મારા દીકરાને પહેરાવો. એની આંગળીમાં વીંટી પહેરાવો અને પગમાં જોડા પહેરાવો. અને શ્રેષ્ઠ વાછડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો પરતું હવે તે જીવતો છે!તે ખોવાઈ ગયો હતો, પણ હવે તે જડ્યો છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-10.jpg)
અને તે લોકો આનંદ કરવા લાગ્યાથોડા સમય પછી, મોટો દીકરો ખેતરમાંથી કામ કરીને ઘરે પાછો આવ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો અને ચકિત થઈ ગયો કે શું થઈ રહ્યું છે.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-11.jpg)
જ્યારે મોટા દીકરાને ખબર પડી કે નાના દીકરાના ઘેર પાછા આવવાના કારણે તેઓ આનંદ મનાવી રહ્યા છે, ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો અને ઘરની અંદર જવા રાજી નહોતો. તેના પિતાએ બહાર આવીને વિનંતી કરી કે તું અમારી સાથે આનંદ કર. પણ તેણે ના પાડી દીધી.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-12.jpg)
મોટા દીકરાએ પોતાના પિતાને કહ્યું, ‘આટલા બધા વરસોમાં મેં તારા માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. મેં કદી તારી આજ્ઞાનું ઉલ્લઘન કર્યું નથી. તેમ છતાં મારા મિત્રો સાથે આનંદ કરવા તેં મને બકરીનું એક નાનું બચ્ચું પણ નથી આપ્યું. પરંતુ આ તારો દીકરો તારી સંપત્તિ પાપમય કામોમાં વેડફીને ઘેર પાછો આવ્યો, તો તેં તેને સારું શ્રેષ્ઠ વછરડાને કપાવ્યો’
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-35-13.jpg)
પિતાએ ઉત્તર આપ્યો, ‘મારા દીકરા, તું નિત્ય મારી સાથે છે. અને જે કંઈ મારું તે સંઘળું તારું જ છે. પણ હવે આપણા માટે આનંદ કરવો તે સારું છે, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને હવે જીવતો થયો છે. તે ખોવાયેલો હતો, પણ હવે જડ્યો છે!”
_બાઇબલની એક વાર્તા :લૂક 15:11-32_