gu_obs/content/31.md

4.3 KiB

ઈસુ પાણી ઉપર ચાલે છે

OBS Image

જ્યારે ઈસુ લોકોને વિદાય આપી રહ્યા હતા ત્યારે તેમણે શિષ્યોને હોડીમાં બેસાડીને નદીની પેલી પાર જવાનું કહ્યું. લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર એકાંતમાં ગયા. ત્યા ઈસુ પોતે એકલા હતા અને મોડી રાત સુધી તેઓએ પ્રાર્થના કરી.

OBS Image

તે સમયે, શિષ્યો પોતાની હોડીને હલેંસા મારી રહ્યા હતા, પરંતુ મોડી રાત સુધી તેઓ હજુ સમુદ્રની વચ્ચે જ પહોંચ્યા હતા. તેઓ ખુબ જ મુશ્કેલીથી હોડીને હલેસા મારી રહ્યા હતા, કેમ કે પવન તેમની સામે હતો.

OBS Image

ત્યારે ઈસુ પોતાની પ્રાર્થના પૂરી કરીને શિષ્યોની પાસે ગયા. તે પાણી પર ચાલીને બીજી બાજુ તેમની હોડી તરફ ગયા.

OBS Image

શિષ્યોએ જ્યારે ઈસુને જોયોતો તેઓ ખુબજ ગભરાઈ ગયા, કેમ કે તેઓએ વિચાર્યું કે તેઓ કોઈ ભૂતને જોઈ રહ્યા છે. ઈસુ જાણી ગયા કે તેઓ ગભરાઈ ગયા છે, તેથી ઈસુએ શિષ્યોને બુમ મારીને કહ્યું કે બીશો નહી..તે હું છું!

OBS Image

ત્યારે પિતરે ઈસુને કહ્યું “ઓ પ્રભુ, જો તે તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

OBS Image

તેથી, પિતર હોડી પરથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પરંતુ થોડી વાર ચાલ્યા પછી, તેણે પોતાની નજર ઈસુ તરફથી ફેરવી લીધી અને મોજા તરફ જોઈને ઝડપી હવાને મહસૂસ કરવા લાગ્યો.

OBS Image

ત્યારે પિતર ગભરાઈ ગયા અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી કે, “ઓ સ્વામી, મને બચાવો!” ઈસુએ તરત હાથ લાંબો કરીને તેને પકડી લીધો. ત્યારે તેમણે પિતરને કહ્યું, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ કર્યોં?”

OBS Image

જ્યારે પિતર અને ઈસુ હોડીમાં આવ્યા, તરત જ પવન બંધ થયો અને પાણી શાંત થઈ ગયું. શિષ્યો વિસ્મિત હતા. તેઓએ ઈસુની આરાધના કરી અને તેમને કહ્યું, “ખરેખર, તમે ઈશ્વરના દીકરા છો.”

બાઈબલની એક વાર્તા: માથ્થી ૧૪:૨૨-૩૩; માર્ક ૬ઃ૪૫-૫૨; યોહાન ૬ઃ૧૬-૨૧