gu_obs/content/30.md

4.5 KiB

ઈસુ પાંચ હજાર લોકોને જમાડે છે

OBS Image

ઈસુએ તેમના શિષ્યોને બોધ આપવા અને શિક્ષણ આપવા ઘણા વિવિધ ગામોમાં મોકલ્યા. તેઓ ઈસુ જ્યાં હતાં ત્યાં પરત ફર્યા ત્યારે, તેઓએ જે કર્યું હતું તે તેમને જણાવ્યું. પછી ઈસુએ તેમને થોડી વાર આરામ કરવા માટે તળાવના બીજી બાજુ એક શાંત જગ્યાએ તેમની સાથે જવા માટે આમંત્રણ આપ્યું.તેથી, તેઓ હોડીમાં બેઠા અને તળાવની બીજી બાજુએ ગયા.

OBS Image

પરંતુ ઘણા લોકોએ ઈસુ અને તેના શિષ્યોને હોડીમાં જતા જોયા. આ લોકો તેમને મળવા દોડીને તેમની અગાઉ પહોંચી ગયા.જયારે ઈસુ અને શિષ્યો પહોંચ્યા ત્યારે, લોકોનો એક મોટો સમૂહ તેમને માટે પહેલેથી જ રાહ જોઈ રહ્યો હતો.

OBS Image

ભીડમાં ૫૦૦૦ માણસો હતા, જેમાં સ્ત્રીઓ અને બાળકોની ગણતરી નથી.ઈસુને લોકો ઉપર વધારે દયા આવી. ઈસુ માટે, આ લોકો પાળક વગરનાં ઘેટાંના જેવા હતા.તેથી તેમણે તેઓને શીખવ્યું અને તેમના વચ્ચે જે બિમાર હતા તે લોકોને સાજા કર્યા.

OBS Image

સાંજે, શિષ્યોએ ઈસુને કહ્યું, “વધારે મોડું થઈ ગયું છે અને નજીકમાં કોઈ ગામો નથી.લોકોને મોકલી દો જેથી તેઓ ખાવા માટે કંઈક લઈ શકે.”

OBS Image

ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો!”તેઓએ કહ્યું, અમે તે કેવી રીતે કરી શકીએ?અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”

OBS Image

ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે લોકોને ઘાસ પર પચાસના જુથમાં બેસી જવા કહો.

OBS Image

પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી, ઊંચે આકાશમાં જોયું, અને ખોરાક માટે ઈશ્વરનો આભાર માન્યો.

OBS Image

પછી ઈસુએ રોટલી અને માછલીનાં ટુકડા કર્યા.તે ટુકડાઓ લોકોને આપવા માટે શિષ્યોને આપ્યા.શિષ્યો તે ખોરાક બીજા લોકોને આપતા ગયા અને તે ખૂટ્યો નહિ!.બધા લોકોએ ખાધું અને તૃપ્ત થયા.

OBS Image

તે પછી, શિષ્યો બચેલો ખોરાક એકત્રિત કરવા લાગ્યા અને તેનાથી બાર ટોપલીઓ ભરાઈ. બધો ખોરાક પાંચ રોટલી અને બે માછલીઓમાંથી હતો.

બાઈબલની એક વાર્તા: માથ્થી 14:13-21; માર્ક 6:31-44; લુક 9:10-17; યોહાન 6:5-15