gu_obs/content/28.md

5.2 KiB

જુવાન શ્રીમંત અધિકારી

OBS Image

એક દિવસ, એક ધનવાન યુવાન અધિકારીએ ઈસુ પાસે આવીને પૂછ્યું, "ઉત્તમ ઉપદેશક," અનંત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ?ઈસુએ તેને કહ્યું, તું શા માટે મને 'ઉત્તમ' કહે છે?માત્ર એક જ છે જે ઉત્તમ છે, અને તે ઈશ્વર છે.પણ જો તું અનંતજીવન પ્રાપ્ત કરવા માંગતો હોય તો ઈશ્વરના નિયમોને પાળ.

OBS Image

કઈ આજ્ઞા મારે પાળવી જોઈએ?" તેણે પૂછ્યું.ઈસુએ જવાબ આપ્યો, "ખૂન કરવું નહિ.વ્યભિચાર ન કર.ચોરી ના કર.જુઠું ના બોલો.તારા પિતા અને માતાનું સન્માન કર, અને તારા પાડોશીને પોતાની જેમ પ્રેમ કરો. "

OBS Image

પરંતુ યુવાને કહ્યું કે, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓ પાળું છું.હું હજુ પણ શું કરું? જેનાથી મને અનંતજીવન મળે. "ઈસુએ તેને જોયો અને તેને પ્રેમ કર્યો.

OBS Image

ઈસુએ જવાબ આપ્યો, જો તું સંપૂર્ણ થવા માંગતો હોય તો, પછી જા અને જે કંઈ તારી પાસે છે તે બધું વેચીને, તે પૈસા ગરીબોને આપી દે અને તને સ્વર્ગમાં ખજાનો મળશે.પછી આવ અને મારી પાછળ ચાલ.”

OBS Image

યુવાન માણસે જયારે ઈસુએ જે કહ્યું તે સાંભળ્યું, ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ ગયો, કારણ કે તે ઘણો ધનવાન હતો અને બધી વસ્તુઓનો ત્યાગ કરવા માંગતો ન હતો.તે પાછો ફરીને ઈસુ પાસેથી ચાલ્યો ગયો.

OBS Image

પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ધનવાન લોકોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તે અત્યંત મુશ્કેલ છે!હા, એક ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા કરતા એક ઊંટ માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે. "

OBS Image

જયારે શિષ્યોએ ઈસુ જે કહ્યું તે સાંભળ્યું, ત્યારે તેમને આઘાત લાગ્યો અને કહ્યું, "તો પછી કોણ ઉદ્ધાર પામી શકશે?"

OBS Image

ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, લોકો માટે અશક્ય છે, પરંતુ ઈશ્વર માટે બધી વસ્તુઓ શક્ય છે."

OBS Image

પિતરે ઈસુને કહ્યું, અમે બધું ત્યાગ કરીને તમારી પાછળ આવ્યા છીએ.અમને શું ઈનામ મળશે? "

OBS Image

ઈસુએ જવાબ આપ્યો, દરેક વ્યક્તિ જે મારા માટે પોતાનાં ઘરો, ભાઈઓ, બહેનો, પિતા, માતા, બાળકો, અથવા મિલ્કત છોડી દેશે, તે ૧૦૦ ગણું વધારે પ્રાપ્ત કરશે અને તેને અનંતજીવન પણ મળશે "પરંતુ ઘણા લોકો જે પહેલા છે તે છેલ્લા થશે, અને ઘણા જે છેલ્લા છે તે પહેલા થશે."

બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧૯:૧૬-૩૦; માર્ક૧૦:૧૭-૩૧; લૂક ૧૮:૧૮-૩૦