gu_obs/content/22.md

5.8 KiB

યોહાનનો જન્મ

OBS Image

ભૂતકાળમાં, ઈશ્વરે ઈશ્વરદૂતો અને પ્રબોધકો મારફતે તેમના લોકો સાથે વાત કરી હતી.પરંતુ તે પછી ૪૦૦ વર્ષ પસાર થયા જેમાં તેઓએ તેમની સાથે કોઈ વાત ન કરી. અચાનક એક ઈશ્વરદૂતે ઝખાર્યા નામના વૃદ્ધ યાજક પાસે ઈશ્વરનો એક સંદેશ લાવ્યો.ઝખાર્યા અને તેની પત્ની એલિઝાબેથ ઈશ્વરભક્ત લોકો હતા, પણ તેમને બાળક થાય તેવી શક્યતા ન હતી.

OBS Image

દૂતે ઝખાર્યાને કહ્યું, “તારી પત્નીને પુત્ર થશે.તેનું નામ યોહાન રાખશે.તે પવિત્ર આત્માથી ભરપૂર થશે, અને મસિહ માટે લોકોને તૈયાર કરશે!”ઝખાર્યાએ કહ્યું, “મારી પત્ની અને હું બાળકો થવા માટે ખુબ જ વૃદ્ધ છીએ. આ થશે એ મને કેવી રીતે ખબર પડશે? "

OBS Image

દૂતે ઝખાર્યાને કહ્યું, “તમને આ સારા સમાચાર બતાવવા માટે ઈશ્વરે મને મોકલ્યો છે. બાળકનો જન્મ જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી તું વાત કરવા માટે અસમર્થ રેહશે કારણ કે તેં મારા પર વિશ્વાસ ન કર્યો.”તરત જ, ઝખાર્યા બોલવા માટે અસમર્થ થઈ ગયો.પછી ઈશ્વરદૂત ઝખાર્યા પાસેથી ચાલ્યો ગયો.આ પછી, ઝખાર્યા ઘરે પરત ફર્યો અને તેની પત્ની ગર્ભવતી બની.

OBS Image

જયારે એલિસાબેથ છ મહિનાથી ગર્ભવતી હતી, ત્યારે અચાનક એ સ્વર્ગદૂત એલિઝાબેથની સંબંધી પાસે દેખાયા, જેનું નામ મરિયમ હતું.તે એક કુંવારી હતી અને તેની સગાઈ યૂસફ નામના એક માણસ સાથે થઈ હતી.દૂતે કહ્યું, તું ગર્ભવતી થઈશ અને એક પુત્રને જન્મ આપીશ.તું તેનું નામ ઈસુ પાડજે.તે સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર હશે અને સદાકાળ રાજ કરશે.”

OBS Image

મરિયમે જવાબ આપ્યો "આ કેવી રીતે હોઈ શકે છે જયારે હું એક કુંવારી છું?ઈશ્વરદૂતે સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય શક્તિ તારા ઉપર પડશે.તેથી બાળક પવિત્ર હશે જે ઈશ્વરના પુત્ર છે,."મરિયમે ઈશ્વરદૂતની વાત પર વિશ્વાસ કર્યો અને સ્વીકાર કર્યો.

OBS Image

ઈશ્વરદૂતની વાત પછી તરત જ મરિયમેં એલિસાબેથની મુલાકાત લીધી.જયારે એલિસાબેથે મરિયમની શુભેચ્છા સાંભળી તરત જ, એલિસાબેથના પેટમાં બાળક કુદ્યુંતે સ્ત્રીઓ ઈશ્વરે તેમને માટે જે કર્યું તે વિશે ખૂબ જ આનંદિત હતી.ત્રણ મહિના પછી મરિયમ માટે એલિસાબેથની મુલાકાત લીધા બાદ ઘરે પાછી આવી.

OBS Image

એલિસાબેથે પુત્રને જન્મ આપ્યો, પછી ઈશ્વરદૂતનાં આદેશ પ્રમાણે, ઝખાર્યા અને એલિસાબેથે બાળકનું નામ યોહાન રાખ્યું.ઈશ્વરે ફરી ઝખાર્યાને બોલતો કર્યો.ઝખાર્યાએ કહ્યું, “ ઈશ્વરની પ્રશંસા થાય, કારણ કે તેમણે તેમની પ્રજાને યાદ રાખી છે!મારા પુત્ર તું, સર્વોચ્ચ ઈશ્વરનો પ્રબોધક કહેવાઈશ, જે લોકોને તેમના પાપોની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત કરવી તે બતાવશે!”

બાઈબલમાંથી એક વાર્તા: લૂક ૧