gu_obs/content/14.md

11 KiB

અરણ્યમાં ભટકવું

OBS Image

ઈશ્વર તેના કરારના ભાગરૂપે જે નિયમો તેમની પાસે પળાવવા ઈચ્છતા હતા તે કહ્યા બાદ તેઓએ સિનાઈ પહાડ છોડ્યો.ઈશ્વરે તેમને વચનનો દેશ જે કનાન કહેવાતો હતો તે તરફ તેમને લઈ જવાનું શરૂ કર્યું.મેઘસ્તંભ કનાન તરફ આગળ વધતો અને તેઓ તેને અનુસરતા ગયા.

OBS Image

ઈશ્વરે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને વચન આપ્યું હતું કે તે તેમના વંશજોને તે વચનનો દેશ આપશે, પરંતુ હવે ત્યાં ઘણી દેશજાતિઓ વસતી હતી.તેઓને કનાનીઓ કહેવામાં આવતા.કનાનીઓ ઈશ્વરને ભજતા પણ નહતા કે તેમને આજ્ઞાધિન પણ નહતા.તેઓ જૂઠા દેવની ઉપાસના અને દુષ્ટ બાબતો કરતા હતા.

OBS Image

ઈશ્વરે ઈઝ્રાયલીઓને કહ્યું, “તમારે વચનના દેશમાં બધા કનાનીઓથી મુક્ત થવું.તેઓની સાથે સલાહ ન કરો અને તેઓની સાથે લગ્ન પણ ન કરો.તમારે તેઓની સર્વ મૂર્તિઓનો નાશ કરવો.જો તમે મને આજ્ઞાધિન નહીં રહો તો તમે મારી જગ્યાએ તેમની મૂર્તિઓને ભજશો.”

OBS Image

જ્યારે ઈઝ્રાયલીઓ કનાનની સરહદે પહોચ્યા, મૂસાએ બાર માણસોને પસંદ કર્યા, ઈઝ્રાયલના દરેક કુળમાંથી એક.તેણે તે માણસોને તે દેશની બાતમી કાઢવા મોકલ્યા કે તે દેશ કોના જેવો છે તે જુઓ.તેઓને કનાનીઓની પણ બાતમી કાઢવા કહ્યું કે તેઓ શક્તિશાળી છે કે દુર્બળ.

OBS Image

બાર માણસો ચાલીસ દિવસ સુધી કનાનમાં ફર્યા અને ત્યારબાદ તેઓ પાછા આવ્યા.તેઓએ લોકોને કહ્યું, “દેશની જમીન ફળદ્રુપ છે અને તેમાં ઘણો પાક થાય છે.”પરંતુ તેમાંના દશ જાસુસોએ કહ્યું, “શહેર ઘણું મજબુત છે અને લોકો કદાવર છે!જો આપણે તેઓ પર હુમલો કરીશુ તો તેઓ ચોક્ક્સ આપણને હરાવીને મારી નાંખશે!”

OBS Image

તરત જ કાલેબ અને યહોશુઆ, બીજા બે જાસુસોએ કહ્યું, “એ સાચું છે કે કનાનના લોકો ઊંચા અને કદાવર છે, પરંતુ ચોક્કસ આપણે તેઓને હરાવી શકીએ છીએ!ઈશ્વર આપણે સારું યુદ્ધ કરશે !”

OBS Image

પરંતુ લોકોએ કાલેબ અને યહોશુઆનું સાંભળ્યું નહીં.તેઓ મૂસા અને હારુન પર ક્રોધિત થયા અને કહ્યું, “શા માટે તું અમને આ ભયાનક જગ્યામાં લાવ્યો છે?અમારે અહીં યુદ્ધમાં મરવા કરતા અને અમારી પત્નીઓ અને બાળકો ગુલામો બને તે કરતા અમારે મિસરમાં રહેવું જોઈતું હતું.લોકો મિસરમાં પાછા જવા માટે અલગ આગેવાનોને પસંદ કરવા માંગતા હતા.

OBS Image

ઈશ્વર તેનાથી ઘણો ક્રોધિત થયો અને તે મુલાકાત મંડપમાં આવ્યો.ઈશ્વરે તેમને કહ્યું, કારણ કે તમે મારી વિરુધ્ધ બંડ પોકાર્યું છે, માટે તમે બધા લોકો અરણ્યમાં ભટકશો.કાલેબ અને યહોશુઆ સિવાય, દરેક જણ જે વીસ વર્ષ અથવા તેનાથી મોટો હશે તે મરશે અને ક્યારેય વચનના દેશમાં પ્રવેશસે નહીં.

OBS Image

જ્યારે લોકોએ તે સાંભળ્યું ત્યારે લોકો પોતાના કરેલા પાપ માટે દિલગીર થયા.તેઓએ પોતાના શસ્ત્રો ઉઠાવ્યા અને કનાન દેશના લોકો ઉપર હુમલો કર્યો.મૂસાએ તેમને જવા માટે ના કહ્યું, કારણ કે ઈશ્વર તેમની સાથે નહતો, પરંતુ તેઓએ તેનું સાંભળ્યું નહીં.

OBS Image

ઈશ્વર તેમની સાથે આ યુદ્ધમાં ગયા નહીં અને તેઓની હાર થઈ અને તેઓમાંના ઘણાં લોકો મૃત્યુ પામ્યા.ત્યારે ઈઝ્રાયલીઓ કનાનથી પાછા ફર્યા અને ચાલીસ વર્ષો સુધી અરણ્યમાં ભટક્યા.

OBS Image

આ ચાલીસ વર્ષો જેમાં ઈઝ્રાયલી લોકો અરણ્યમાં ભટક્યા તે દરમ્યાન ઈશ્વરે તેઓનું પોષણ કર્યું.તેણે તેમને આકાશની રોટલી જે માન્ના કહેવાય છે તે આપી.તેણે લાવરીઓના ટોળા મોકલ્યા (જે મધ્યમ કદનું પક્ષી છે) ને તેમના તંબુઓ મધ્યે તે લાવ્યો જેથી તેઓ માંસ ખાઈ શકે.આ સમય દરમ્યાન ઈશ્વરે તેમના કપડા અને તેમનાં ચંપલ જીર્ણ થવા દીધા નહીં.

OBS Image

ઈશ્વરે તેમને ચમત્કારિક રૂપે ખડકમાંથી પાણી આપ્યું.પરંતુ આ બધા છતાં, ઈઝ્રાયલના લોકોએ ઈશ્વર અને મૂસા વિરુદ્ધ કચકચ કરી.તો પણ ઈશ્વર ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ પ્રત્યેના પોતાના વચનો માટે વિશ્વાસુ રહ્યા.

OBS Image

બીજી વાર જ્યારે લોકો પાસે પાણી નહતું, ઈશ્વરે મૂસાને કહ્યું, “પહાડને કહે અને પાણી બહાર આવશે.”પરંતુ મૂસાએ બધા લોકો સમક્ષ ઈશ્વરની આજ્ઞા પાળી નહીં અને પહાડને બોલવાના બદલે તેણે બે વાર પહાડને લાકડી મારી.દરેક લોકો માટે ખડકમાંથી પાણી નીકળી આવ્યું, પરંતુ ઈશ્વર મૂસા પર ગુસ્સે થયો અને કહ્યું, “તું વચનના દેશમાં જઈશ નહીં.”

OBS Image

ચાલીસ વર્ષો સુધી ઈઝ્રાયલીઓ અરણ્યમાં ભટકતા તે બાદ તેઓ સર્વ જેઓએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો હતો તેઓ સર્વ મૃત્યુ પામ્યા.ત્યારબાદ ઈશ્વર લોકોને વચનના દેશની સીમા પર લઈ ગયા.મૂસા હવે ઘણો ઘરડો થયો હતો, માટે ઈશ્વરે યહોશુઆને લોકોને દોરવા અને તેની મદદ કરવા માટે પસંદ કર્યો.ઈશ્વરે મૂસાને વચન આપ્યું કે એક દિવસ તે મૂસા જેવો પ્રબોધક મોકલશે.

OBS Image

ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું કે તું પર્વતની ટોચ પર ચઢી જા જેથી તું વચનનો દેશ જોઈ શકે.મૂસાએ વચનનો દેશ જોયો પરંતુ તેને તેમાં પ્રવેશવાની અનુમતી આપી નહીં.ત્યારે મૂસા મૃત્યુ પામ્યો અને ઈસ્ત્રાએલે ત્રીસ દિવસ સુધી શોક કર્યો.યહોશુઆ તેમનો નવો આગેવાન બન્યો.યહોશુઆ સારો આગેવાન હતો કારણ કે તે ઈશ્વરને આજ્ઞાધિન હતો.

બાઈબલની વાર્તાનિર્ગમન 16-17, ગણના 10-14, 20:27, પુનર્નિયમ 34