gu_obs/content/10.md

6.2 KiB

દસ મરકીઓ

OBS Image

મૂસા અને હારુન ફારુન પાસે પહોચ્યા.તેઓએ કહ્યું, “ઈઝ્રાયલનો ઈશ્વર કહે છે કે, મારા લોકને જવા દે !” ફારુને તેઓનું સાભળ્યું નહીં.ઈઝ્રાયલીઓને મુક્ત કરવાને બદલે તેણે તેઓની પાસે વધારે ભારે મજૂરી કરાવી.

OBS Image

ફારુન લોકોને જવા દેવાનો નકાર કરતો રહ્યો માટે ઈશ્વરે મિસર પર દસ ભયંકર મરકીઓ મોકલી.આ મરકીઓ દ્વારા ઈશ્વર ફારુનને બતાવ્યું કે તે ફારુન કરતાં અને મિસરના બધા દેવતાઓ કરતાં વધારે શક્તિશાળી છે.

OBS Image

ઈશ્વરે નાઈલ નદીને લોહીમાં ફેરવી દીધી, પરંતુ ફારૂને હજુ પણ ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.

OBS Image

ઈશ્વરે આખા મિસર પર દેડકા મોકલ્યા.ફારૂને મૂસાને દેડકા દૂર કરવાની વિનંતી કરી.બધા દેડકાઓ મૃત્યુ પામ્યા પછી પણ ફારૂને પોતાનું હૃદય કઠણ કર્યું અને ઈઝ્રાયલીઓને મિસરમાંથી જવા દીધા નહીં.

OBS Image

માટે ઈશ્વરે જૂઓની મરકી મોકલી.ત્યારબાદ તેણે માખીઓની મરકી મોકલી.ફારૂને મૂસા અને હારૂનને બોલાવીને કહ્યું જો તેઓ આ મરકીઓ રોકશે તો તે ઈઝ્રાયલીઓને મિસરમાંથી જવા દેશે,જ્યારે મૂસાએ પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે મિસરમાંથી માખીઓ દૂર કરી.પરંતુ ફારૂને પોતાનું હૃદય હઠીલું કર્યું અને લોકોને જવા દીધા નહીં.

OBS Image

ત્યારબાદ, ઈશ્વરે મિસરીઓના બધા ઢોરઢાંકને માંદા પાડ્યા અને તેઓ મરવા લાગ્યા.પરંતુ ફારુનનું હૃદય હઠીલું બન્યું અને તેણે ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.

OBS Image

ત્યારે ઈશ્વરે મૂસાને ફારુન સામે હવામાં રાખ ઊડાડવાનું કહ્યું.જ્યારે તેણે તેવું કર્યું ત્યારે મિસરીઓ ઉપર દુ:ખદાયક ગુમડા ઉત્પન્ન થયા પણ ઈઝ્રાયલીઓને કંઈ થયું નહીં.ઈશ્વરે ફારુનનું હૃદય હઠીલું કર્યું અને ફારુને ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.

OBS Image

તે પછી, ઈશ્વરે કરા મોકલ્યા, જેથી મિસરની સઘળી ફસલ અને જે કોઈ બહાર નીકળ્યા તેનો નાશ કર્યો.ફારૂને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું કે “મેં પાપ કર્યું છે.તમે જઈ શકો છો.”માટે મૂસાએ પ્રાર્થના કરી અને આકાશમાંથી કરા વરસવાનું બંધ થયું.

OBS Image

પરંતુ ફારુને ફરીથી પાપ કર્યું અને પોતાનું હૃદય કઠણ કર્યું.તેણે ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.

OBS Image

માટે ઈશ્વરે મિસર ઉપર તીડ મોકલ્યા.કરાથી જે ફસલ બચી ગઈ હતી તે આ તીડો ખાઈ ગયા.

OBS Image

ત્યારબાદ ઈશ્વરે અંધકાર મોકલ્યો જે ત્રણ દિવસ સુધી રહ્યો.તે એટલો બધો અંધકાર હતો કે મિસરીઓ પોતાનું ઘર છોડી શક્યા નહીં.પરંતુ ઈઝ્રાયલીઓ જ્યાં રહેતા હતા ત્યાં અજવાળું હતું.

OBS Image

આ નવ મરકીઓ બાદ પણ, ફારુન હજુ પણ ઈઝ્રાયલીઓને મુક્ત કરવાને નકાર કરતો હતો.હજુ ફારુન સાંભળતો નહતો. એટલે ઈશ્વરે એક છેલ્લી મરકી મોકલવાની યોજના કરી.તે ફારુનનું મન બદલી નાંખશે.

બાઈબલની વાર્તાનિર્ગમન 5-10