gu_obs/content/08.md

8.6 KiB

ઈશ્વર યૂસફ અને તેના પરિવારને બચાવે છે.

OBS Image

ઘણાં વર્ષો બાદ, જ્યારે યાકૂબ વૃદ્ધ થયો, તેણે પોતાના પ્રિય પુત્ર યૂસફને તેના ભાઈઓ કે જેઓ ઘેટાં ચરાવતા હતા તેઓની ખબર કાઢવા મોકલ્યો.

OBS Image

યૂસફના ભાઈઓ તેનો દ્વેષ કરતા હતા કારણ કે, તેમના પિતા તેને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને યૂસફને સ્વપ્ન આવ્યું હતું કે તે તેમના પર અધિકાર ચલાવશે.જ્યારે યૂસફ તેના ભાઈઓ પાસે આવ્યો, તેઓએ તેનું અપહરણ કરી લીધું અને તેને કેટલાક ગુલામોના વેપારીઓને વેચી દીધો.

OBS Image

યૂસફના ભાઈઓ ઘરે પાછા ફરે તે પહેલા તેઓએ યૂસફનો ઝભ્ભો ફાડી નાખ્યો અને તેને બકરાના લોહીમાં ડબોળ્યો.ત્યારબાદ તેમણે તે ઝભ્ભો પોતાના પિતાને બતાવ્યો કે તે એવું વિચારે કે જંગલી પ્રાણીએ યૂસફને મારી નાખ્યો છે. યાકૂબ ઘણો દુ:ખી થયો.

OBS Image

ગુલામોના વેપારીઓ યૂસફને મિસરમાં લઈ ગયા.મિસર મોટો અને બળવાન દેશ હતો અને તે નાઈલ નદીના કાંઠે આવેલો હતો.ગુલામોના વેપારીઓએ યૂસફને ધનવાન સરકારી અધિકારીને ત્યાં વેચી દીધો.યુસફે તેના માલિકની સેવા ખૂબ જ સારી રીતે કરી અને ઈશ્વરે યૂસફને આશીર્વાદ આપ્યો.

OBS Image

તેના માલિકની પત્નીએ યૂસફ સાથે ઊંધવા ચાહ્યું, પરંતુ યુસફે આ રીતે ઈશ્વર વિરુદ્ધ પાપ કરવાનું નકાર કર્યું.તેણીની ખૂબજ ક્રોધે ભરાઈ અને તેણે યૂસફ ઉપર જૂઠો આરોપ મૂક્યો જેથી તેની ધરપકડ કરવામાં આવે અને તેને જેલમાં પૂરવામાં આવે.કેદખાનામાં પણ યૂસફ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહ્યો અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો.

OBS Image

જો કે તે નિર્દોષ હોવા છતાં પણ તે હતો તો પણ બે વર્ષ બાદ પણ યૂસફ જેલમાં હતો.એક રાત્રે, ફારુન કે જેને મિસરીઓ તેમનો રાજા માનતા હતા, તેને બે સ્વપ્નો આવ્યા. તેથી તે ખૂબ જ બેચેન બની ગયો.તેના સલાહકારોમાંનો કોઈ તેને તે સ્વપ્નોનો અર્થ કહી શક્યું નહી.

OBS Image

ઈશ્વરે યૂસફને સ્વપ્નનો ભેદ પારખવાની શક્તિ આપી હતી માટે ફારુન યૂસફને જેલમાંથી બહાર લાવ્યો.યૂસફ સ્વપ્નનો મર્મ જણાવતા તેને કહ્યું કે, ”ઈશ્વર ફસલના ભરપૂર સાત વર્ષો આપવાનો છે અને ત્યારબાદ દુકાળના સાત વર્ષો.”

OBS Image

ફારુન યૂસફથી ખૂબ જ પ્રભાવિત થયો અને તેણે આખા મિસરમાં તેને બીજા દરજ્જાનો મુખ્ય માણસ ઠરાવ્યો !

OBS Image

યુસફે લોકોને કાપણીના સારા સાત વર્ષો દરમ્યાન ખોરાક માટે અનાજ ભેગું કરવાનું જણાવ્યું.ત્યારબાદ યુસફે લોકોને તે દુકાળના સમય દરમ્યાન વેચ્યુ જેથી તેઓ પાસે પૂરતા પ્રમાણમાં ભોજન હોય.

OBS Image

આ દુકાળ ફક્ત મિસર માટે જ ભયંકર નહતો, પણ કનાન કે જ્યાં યાકૂબ અને તેનું પરિવાર વસતુ હતું ત્યાં પણ તે એટલો જ ભયંકર હતો.

OBS Image

માટે યાકૂબે તેના મોટા પુત્રોને ખોરાક ખરીદવા માટે મિસર મોકલ્યા.તેના ભાઈઓ જ્યારે અનાજ ખરીદવા માટે યૂસફ આગળ ઊભા રહ્યા હતા ત્યારે તેઓ યૂસફને ઓળખી શક્યા નહીં.પણ યૂસફ તેમને ઓળખી ગયો.

OBS Image

તેના ભાઈઓની પરીક્ષા કરી એ જાણવા કે તેઓ બદલાઈ ગયા છે કે નહીં, યુસફે તેમને કહ્યુ, “હું તમારો ભાઈ યૂસફ છું !ગભરાશો નહીં.તમે જ્યારે મને ગુલામ તરીકે વેચી દીધો ત્યારે તમે ભૂડું કરવાનું ચાહ્યું, પરંતુ ઈશ્વરે તે ભૂંડાઈને સારા માટે ઉપયોગમાં લીધી છે !તમે આવો અને મિસરમાં રહો કે હું તમને અને તમારા પરિવારો માટે જરૂરિયાતો પૂરી પાડું.”

OBS Image

જ્યારે યૂસફના ભાઈઓ ઘરે પાછા ફર્યા અને તેમના પિતા યાકૂબને કહ્યું કે, “યૂસફ જીવે છે.” ત્યારે તે ખૂબ જ આનંદીત થયો.

OBS Image

જો કે યાકૂબ ઘણો વૃદ્ધ માણસ હતો. તે પોતાના પરિવાર સાથે મિસરમાં ગયો અને ત્યાં રહ્યો.યાકૂબ મૃત્યુ પામ્યો તે પહેલા તેણે તેના દરેક પુત્રોને આશીર્વાદ આપ્યો.

OBS Image

કરારના વચનો કે જે ઈશ્વરે ઈબ્રાહિમને આપ્યા હતા તે ઈસહાક પાસે આવ્યા અને ત્યારબાદ યાકૂબ પાસે અને યાકૂબ બાદ તેના બાર પુત્રો અને તેમના કુટુંબો પાસે આવ્યા.બાર પુત્રોના વંશજો બાર કુળ બન્યા.

બાઈબલની વાર્તાઉત્પતિ 37-50