gu_obs-tn/content/43/06.md

1.8 KiB

(પિતર ભીડ ને પ્રચાર કરવાનું ચાલુ રાખે છે.)

ઈસ્રાએલના માણસો

કેટલીક ભાષાઓ માટે આવી રીતે વધુ સારી રીતે કહી શકાય, "ઇસ્રાએલના લોકો" વધુ સ્પષ્ટ કરવા માટે તેમાં પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરાયો છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "ઇસ્રાએલના મારા સાથી લોકો" અથવા, "મારા સાથી યહુદીઓ" તે સ્પષ્ટ બનાવવા માટે કે પિતર પણ એક યહૂદી હતો અને"ઇસ્રાએલના લોકો" સાથે સંકળાયેલ હતો.

તમે તેને વધસ્તંભ પર મારી નાખ્યો!

આવી રીતે પણ અનુવાદ કરી શકાય કારણ કે, "તમારા કારણે તેને વધસ્તંભે જડી દેવાયો" અથવા, "તમારા લોકોના કારણે, તેને વધસ્તંભ ઉપર જડી દેવાયો હતો." યહૂદીઓએ ખરેખર ઈસુને વધસ્તંભ પર ખીલાથી જડ્યા ન હતા. જો કે, યહૂદી નેતાઓને કારણે લોકોએ તેની નિંદા કરી અને ભીડમાં લોકોએ તેને વધસ્તંભ પર ચડાવવા માટે ઘણા સૂત્રોચ્ચાર કર્યા હતા.