gu_obs-tn/content/43/05.md

1.2 KiB

શિષ્યોને પીધેલા કહીને આરોપ મૂક્યો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "જણાવ્યું હતું કે શિષ્યો દારૂના નશામાં હતા"

યોએલ

આ બન્યું હતું તે અગાઉ ઈસ્રાએલનો એક પ્રબોધક યોએલ સેંકડો વર્ષ પહેલા જીવતો હતો.

છેલ્લા દિવસોમાં

આનો સંદર્ભ છે, "વિશ્વના અંત પહેલાના અંતિમ દિવસોમાં."

મારો આત્મા રેડીશ

આ અર્થમાં સમજી શકાય છે "લોકો માટે ઉદારતાપૂર્વક મારો આત્મા આપીશ" અથવા, "મારો આત્મા સંપૂર્ણપણે લોકોનું સશક્તિકરણ માટેનું કારણ બનશે"

મારો આત્મા

એટલે કે, "મારો પવિત્ર આત્મા."