gu_obs-tn/content/38/08.md

2.2 KiB

જૈતુન પહાડ 

આ એક ટેકરીનુ નામ છે જે જૈતુનના વૃક્ષોથી છવાયેલું છે અને યરુશાલેમ શહેરની દિવાલોની બહાર જ છે. તે આવી રીતે પણ ભાષાંતર કરી શકાય, "જૈતુન વૃક્ષોની ટેકરી."

મને છોડી દેશો 

એટલે કે, "મને તજો" અથવા, "મને છોડી દો."

તે લખાયું છે 

એટલે કે, "તે દેવના વચનોમાં લખાયું છે" અથવા, "તે શાસ્ત્રમાં લખાયું છે" અથવા, "દેવના પ્રબોધકોમાંના એકે લખ્યું હતું." તે કહેવું પણ શક્ય છે, "જે લખાયું છે એ થશે" અથવા, "તે એવુ હશે જે લખાયેલું છે." આ ભવિષ્યવાણી ઈસુના મૃત્યુનો અને તેમના અનુયાયીઓ દૂર નાસી ગયા તેનો ઉલ્લેખ કરે છે.

હું પ્રહાર કરીશ   

એટલે કે, "હું મારી નાખીશ."

ઘેટાંપાળક અને બધા ઘેટાં 

આ અવતરણમાં ઈસુના નામનો ઉપયોગ ન કરો કારણ કે જે પ્રબોધકે એ પ્રથમ વખત લખ્યું તેણે ઘેટાંપાળકનું નામ જાણ્યું નહિ હોય. સાથે સાથે, ઘેટાં શિષ્યો હોવાનો ઉલ્લેખ પણ ન કરશો. તે શ્રેષ્ઠ છે કે જે શબ્દોનો અર્થ "ભરવાડ" અને "ઘેટાં" થતો હોય તેનો ઉપયોગ તમારા અનુવાદમાં કરવો જોઈએ.

વેરવિખેર થઈ જશે 

એટલે કે, "અલગ અલગ દિશામાં જતાં રહેશે."