gu_obs-tn/content/37/02.md

976 B

યહૂદિયા 

આ ઇસ્રાએલનો દક્ષિણ વિભાગ છે, કે જ્યાં યહૂદાના કુળના લોકો વસવાટ કરતા હતા એનો ઉલ્લેખ કરે છે. કેટલીક ભાષાઓ આ કહેવુ પસંદ કરશે, "યહુદાનો પ્રદેશ."

ભર નિંદ્રામાં છે, અને મારે તેને જગાડવો જ જોઈએ 

આ શબ્દસમૂહનો અનુવાદ તમારી ભાષામાં સામાન્ય શબ્દો "ભર નિંદ્રા" અને "જગાડવો" સાથે કરો. ઈસુ એક અલગ અર્થ સાથે આ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા, તેમ છતાં શિષ્યોને હજુ સુધી કોઈ સમજણ ન પડી હતી.