gu_obs-tn/content/37/01.md

2.1 KiB

એક દિવસ 

આ શબ્દસમૂહ એક ઘટના છે ભૂતકાળમાં જે થયું એનો પરિચય આપે છે, પરંતુ ચોક્કસ સમય નથી દર્શાવતો. ઘણી ભાષાઓ એક સમાન રીતથી સાચી વાર્તા શરૂ કરતી હોય છે.

મરિયમ 

ઈસુની માતાને પણ મરિયમ નામ આપવામાં આવ્યું હતું. આ એક અલગ મહિલા હતી.

આ માંદગીનો અંત મૃત્યુમાં નહિ પરીણમે  

આ રીતે પણ અનુવાદ કરી શકાય છે, "આ માંદગીનું અંતિમ પરિણામ મૃત્યુ નહિ હોય" અથવા, "લાજરસ માંદો છે, પરંતુ મૃત્યુ આ માંદગીનું અંતિમ પરિણામ નથી." ઈસુના શિષ્યોએ કદાચ વિચાર્યું કે આનો અર્થ એ થાય કે લાજરસ મૃત્યુ નહિ પામે. પરંતુ ઈસુ એ જાણતા હતા, કે લાજરસ તેની માંદગીમાં મૃત્યુ પામવા છતાં અંતે તે જીવિત થશે.

તે દેવના મહિમા માટે છે   

એટલે કે, "આ બાબત લોકોને દેવની સ્તુતિ કરવા પ્રેરશે કે તે કેટલા મહાન છે."

પરંતુ તેણે જ્યાં તે હતો ત્યાં બે દિવસ માટે રાહ જોઈ, 

આ રીતે તરીકે ભાષાંતર કરી શકાય છે, "તેઓ ઈચ્છતા હતા કે તે જાય અને લાજરસને સાજો કરે, તેમ છતાં તે જ્યાં હતા ત્યાં બે દિવસ રાહ જોઈ.”