gu_obs-tn/content/35/05.md

1.6 KiB

(ઈસુ વાર્તા ચાલુ રાખે છે.)

એક સખત દુકાળ આવ્યો 

એટલે કે, "ખૂબ જ ઓછું અનાજ હતું." કેટલીક ભાષાઓમાં આ, આવી રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "ત્યા એક સખત દુકાળ હતો."

ભોજન ખરીદવા માટે થોડા પૈસા પણ ન હતા 

દુષ્કાળના કારણે, ખોરાક ખૂબ ખર્ચાળ હતો, અને તેણે પહેલેથી જ તેના તમામ નાણા ખર્ચ કરી નાંખ્યા હતા.

નોકરી 

આ એનો ઉલ્લેખ કરે છે કે એ પૈસાની બદલીમાં બીજા કોઈના માટે કામ કરશે. જો એ સ્પષ્ટ ન હોય, તો આ વાક્ય સાથે શરૂ કરી શકાય છે, "તેથી કેટલાક પૈસા કમાઈ લેવા માટે, તેણે એક માત્ર નોકરી લીધી."

ભૂંડોને ચરાવવું  

એટલે કે, "ભૂંડોને ચરાવે છે." એ સમયે સમાજમાં આ સૌથી હલકા પ્રકારની નોકરી ગણવામાં આવતી હતી. તમારી ભાષામાં હલકી સ્થિતિ કે નોકરી માટે ચોક્કસ શબ્દ હોય, તો  તે શબ્દનો ઉપયોગ કરો.