gu_obs-tn/content/34/10.md

1.4 KiB

તેને ન્યાયી જાહેર કર્યો 

એટલે કે, "તેને ન્યાયી વ્યક્તિ ગણવામાં આવ્યો." દાણી પાપી હતો તેમ છતાં પણ, તેની નમ્રતા અને પસ્તાવાના કારણે દેવ તેને પ્રત્યે દયાળુ હતો.

નમ્ર બનાવશે 

આ તરીકે પણ ભાષાંતર કરી શકાય છે, "એને નીચલી સ્થિતિ આપશે" અથવા "મહત્વપૂર્ણ ન બને એનું કારણ બનશે." તે અર્થાલંકારિક રીતે ભાષાંતર કરી શકાય છે, જેમ કે "નીચે લાવશે."

ઉત્થાન કરશે 

એટલે કે, "એક ઉચ્ચ પદ આપશે" અથવા, "સન્માન કરશે."

પોતાને નીચો કરે  

એટલે કે, "નમ્ર રીતે વર્તવાનું પસંદ કરે" અથવા, "પોતાના વિશે નમ્ર વલણ ધરાવે છે."

બાઇબલમાંથી એક વાર્તા   

આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં થોડા અલગ હોઈ શકે છે.