gu_obs-tn/content/34/01.md

1.5 KiB

કથાઓ 

ઈસુએ દેવના રાજ્યનું સત્ય શીખવવા માટે આ વાર્તાઓનો ઉપયોગ કર્યો હતો. તે સ્પષ્ટ નથી કે એ ઘટનાઓ ખરેખર ઘટી હતી કે નહી. જો તમારી ભાષામાં એક શબ્દ હોય, જેમાં બંને, કાલ્પનિક અને વાસ્તવિક કથાઓનો સમાવેશ થતો હોય, તો તમારે તેનો ઉપયોગ અહીં કરવો જોઈએ.

રાઈના દાણા 

કદાચ આ કાળી રાઈના છોડનો ઉલ્લેખ કરે છે, જેના બીજ ખુબ જ નાના હોય છે જે ઝડપથી ખૂબ જ મોટા વૃક્ષમાં વધવા લાગે છે. જો તમારી ભાષામાં આ છોડ માટે કોઈ શબ્દ હોય, તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. જો ન હોય તો, તમારે બીજો છોડ કે જે એ જ લાક્ષણિકતાઓ ધરાવતો હોય એના નામનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.

સૌથી નાનામાં નાનું બીજ 

એટલે કે "બધા બીજોમાં સૌથી નાનું બીજ જે લોકો વાવે છે.",