gu_obs-tn/content/29/04.md

1.4 KiB

(ઈસુએ વાર્તા કહેવાનું ચાલુ રાખ્યું.)

તેના ઘુંટણે પડ્યો

એટલે કે, “તરત જ જમીન ઉપર ઘુંટણે પડ્યો.” આ તેની દીનતા અને રાજા તરફથી તેને મદદની આશા દર્શાવે છે. ધ્યાન રાખો કે આનો અર્થ એવો ન થાય કે તે આકસ્મિક રીતે પડી ગયો.

રાજાની સામે

આનો અર્થ છે, “રાજાની સમક્ષ.”

દયા આવવી

એટલે કે, “દયા અનુભવવી” અથવા, “દિલગીરી અનુભવવી.” રાજા જાણતો હતો કે જો સેવક અને એનુ પરિવાર ગુલામ તરીકે વેચાઈ જશે તો તેઓએ ખુબ જ દુ:ખ વેઠવું પડશે.

તેનું બધું જ દેવું નાબૂદ કર્યું

આ રીતે ભાષાંતર થાય, “કહ્યું કે તેણે રાજા પાસેથી લીધેલાં પૈસા હવે સેવકને પાછા ચુકવવાની જરૂર ન હતી.”