gu_obs-tn/content/25/01.md

1.7 KiB

પવિત્ર આત્માએ તેમની દોરવણી કરી

એટલે કે, “પવિત્ર આત્માએ તેમની આગેવાની કરી” અથવા, “પવિત્ર આત્માએ તેમને જવા માટે પ્રેરિત કર્યા.

રણપ્રદેશ

આ રીતે પણ ભાષાંતર થાય, “રણ” અથવા, “વેરાન, ઉજ્જડ જગ્યા જ્યાં થોડાક લોકો જ રહે છે.” આ જગ્યાએ લગભગ થોડાક જ વૃક્ષો અને છોડવાઓ હતા, તેથી ઘણા લોકો ત્યાં રહી શકે તેમ ન હતા.

ચાળીસ દિવસ અને ચાળીસ રાત

આનો અર્થ છે, “ચાળીસ દિવસો, દિવસ અને રાત બંને મળીને.” ધ્યાન રાખો કે આ વાક્યનું ભાષાંતર એશી દિવસનો સમય ગાળો એવું ન થાય.

પાપ કરાવવા માટે તેનું પરીક્ષણ કર્યું

ઈસુએ ક્યારેય પાપ નહોતું કર્યું, ધ્યાન રાખો કે તમે એવા શબ્દનો ઉપયોગ ન કરો કે શેતાન ઈસુને પાપ કરાવવામાં સફળ થયો. આ વાક્યનું આ રીતે પણ ભાષાંતર થાય, “તેને પાપ કરવા માટે પ્રેરિત કર્યા.”