gu_obs-tn/content/24/04.md

2.4 KiB

ઓ સર્પોના વંશજો

આ રીતે પણ ભાષાંતર થાય, “તમે જુઠ્ઠા ઝેરી સર્પો જેવા છો!” યોહાને તેઓને સર્પોના વંશજો કહ્યા કારણકે તેઓ ખતરનાક અને છેતરપીંડી કરનારા હતા.

દરેક વૃક્ષ જે સારા ફળો નથી આપતું

યોહાન ખરેખર વૃક્ષ વિષે વાત નહોતો કરતો. આ એક ભાવ છે જેમાં સારા ફળોની સરખામણી દેવ તરફથી આવતા સારા કાર્યો અને વલણ સાથે થાય છે.

તેને કાપી નાખવામાં આવશે અને અગ્નિમાં ફેંકી દેવામાં આવશે

તેનો અર્થ છે, “તેનો ન્યાય થશે અને દેવ તરફથી સજા પામશે.”

યોહાને પૂરું કર્યું

એટલે કે, પ્રબોધકોએ જે દેવના સંદેશામાં કહ્યું હતું તે “યોહાન કરી રહ્યો હતો.”

જુઓ

આ રીતે ભાષાંતર થશે “નજર નાંખો અને જુઓ” અથવા “ધ્યાન આપો!”

મારો સંદેશાવાહક

એટલે કે, “હું, યહોવા, મારા સંદેશવાહકને મોકલીશ.” કેટલીક ભાષાઓમાં આ વાક્ય માટે પરોક્ષ રીત વાપરવી વધારે અનુકુળ રહેશે, જેમ કે: “યશાયા પ્રબોધાકે ભવિષ્યવાણી કરી હતી જયારે તેણે કહ્યું હતું કે દેવ તેનો સંદેશવાહક મોકલશે.”

તારી આગળ

આ વાક્યમાં “તારા” શબ્દ મસીહાને દર્શાવે છે.

તારો રસ્તો તૈયાર કરશે

દેવનો સંદેશવાહક મસીહાને સંભાળવા માટે લોકોને તૈયાર કરશે.