gu_obs-tn/content/21/11.md

1.8 KiB

કારણ વગર ધિક્કારવામાં આવશે અને તિરસ્કાર કરવામાં આવશે

આ રીતે ભાષાંતર થશે, “કંઈપણ ખરાબ કામ કર્યું ન હોવા છતાં, તેને ધિક્કારવામાં અને તિરસ્કાર કરવામાં આવ્યો” અથવા, “તે નિર્દોષ હોવા છતાં.”

ભવિષ્યવાણી

આનો અર્થ છે કે તેઓ ભવિષ્યમાં થનારી બાબતો વિષે ભવિષ્યવાણી કરતા હતા. સમાન અર્થ વાળા બીજા શબ્દો છે, “ભવિષ્ય વિષે કહેવું” અને “ભવિષ્યવાણી કરવી.”

તેના કપડાં માટે જુગાર રમવો

એટલે કે, “કોણ તેના કપડાં જીતશે તે નક્કી કરવા માટે રમત રમવી.”

ઝખાર્યા

ઝખાર્યા જુના કરારનો પ્રબોધક હતો જે બાબિલના નિર્વાસિત સમય પછી વચનનાં દેશમાં પાછા આવ્યા તે પછી દેવના લોકોને સંદેશા આપતો હતો. આ મસીહાના આવ્યાના 500 વર્ષો પહેલાંનું છે.

ત્રીસ ચાંદીના સિક્કા

તે સમયે, એક સીક્કાનું મૂલ્ય વ્યક્તિની ચાર દિવસની કમાણી બરાબર હતું.