gu_obs-tn/content/21/10.md

1.5 KiB

તૂટેલા હૃદય વાળા લોકો

આ અભિવ્યક્તિ એવા લોકોને દર્શાવે છે જેઓએ અત્યંત દુ:ખનો અનુભવ કર્યો છે.

ગુલામો માટે સ્વતંત્રતાની ઘોષણા

એટલે કે, “ગુલામોને કહેવું કે તેઓ સ્વતંત્ર થશે.” આ પાપની ગુલામીમાંથી સ્વતંત્રતા આપવાને પણ દર્શાવે છે.

બંદીવાનોને મુક્ત કરવા

એટલે કે, “તે તેવા લોકોને છોડાવશે જેઓને અન્યાયથી જેલમાં નાખવામાં આવ્યા છે.” આ પાપના બંધનોમાંથી છોડાવવાને પણ દર્શાવે છે.

જે સાંભળી, દેખી, બોલી અથવા ચાલી નથી શકતા

તે કહેવું વધારે સારું રહેશે કે, “સાંભળી નહોતા શકતા, જોઈ નહોતા શકતા, બોલી નહોતા શકતા, કે ચાલી નહોતા શકતા.” કેટલીક ભાષાઓમાં આવી પરિસ્થિતિ માટે ખાસ શબ્દો છે, જેમ કે “બહેરા” અને “આંધળા.”