gu_obs-tn/content/21/07.md

1.5 KiB

તેના બદલામાં

આ રીતે ભાષાંતર થશે, “તેના ફાયદા માટે” અથવા, “તેની જગ્યાએ”

તેઓના પાપની સજાની અવેજીમાં

દેવે લોકોને તેમના પાપની સજા માટે પશુઓના બલિદાનની અનુમતિ આપી હતી જેથી તેઓને યાદ રહે કે તેઓ સજાને યોગ્ય છે અને તેમના પાપની નાબૂદી માટે તેઓ દેવ ઉપર આધારિત છે. દેવ તેઓના પાપને ઢાંકવા માટે આ બલિદાનને અસ્થાયી રૂપમાં સ્વિકારતા હતા અને લોકોને સજા કરતા ન હતા.

સંપૂર્ણ મહાયાજક

બીજા મહાયાજકોની જેમ, મસીહા ક્યારેય પાપ નહિ કરે, અને તે હંમેશા માટે લોકોના પાપોને લઇ લેશે.

પોતાની જાતને અર્પણ કરશે

એટલે કે, “પોતાની જાતને મરવા માટે અર્પણ કરશે.”

સંપૂર્ણ બલિદાન

એટલે કે, “એવું બલિદાન જેમાં કોઈ ખોડ ખાંપણ કે અયોગ્યતા નથી.”