gu_obs-tn/content/21/05.md

2.3 KiB

યર્મિયા પ્રબોધક દ્વારા દેવે કરાર કર્યો

આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવે યાર્મિયાને જે સંદેશો આપ્યો તે દ્વારા, દેવે કરાર કર્યો” અથવા, “યર્મિયા પ્રબોધાકે લોકોને દેવનો કરારકહ્યો.”

પણ તેના જેવું નહિ

નવો કરાર ખરેખર અસરકારક હશે. મસીહાના પોતાના દરેક લોકો માટે એકવારના બલિદાન પર વિશ્વાસના આધારે લોકો ખરેખર દેવને ઓળખશે, તેઓ ખરેખર તેમના લોકો તરીકે જીવશે, અને તે તેમના પાપોને સંપૂર્ણ રીતે માફ કરશે.

પોતાના નિયમો લોકોના હૃદય ઉપર લખશે

આ એક અલંકારીક અર્થ છે, “તેના લોકોને નિયમો સમજવામાં અને હૃદયથી તેને પાળવામાં તેઓની મદદ કરશે.” જો શક્ય હોય તો, લખાણની છબી તેઓના હૃદયમાં રાખશે, દેવે ઇઝરાયેલી લોકો માટે તેના નિયમો પથ્થરની પાટી પર લખ્યા હતા તેનાથી તદન અલગ છે. જો તે શક્ય ના હોય તો તમે ફક્ત અર્થનું ભાષાંતર કરો.

તેમના લોકો બનશે

આ રીતે ભાષાંતર કરી શકાય, “તેના ખાસ લોકો બનશે” અથવા, “તેની કૃપા પામેલા લોકો.”

નવા કરારની શરૂઆત

એટલે કે, “નવો કરાર અમલમાં લાવનાર તમે બનો” અથવા, “તેના લોકો પાસે નવો કરાર લાવો.”