gu_obs-tn/content/14/11.md

1.9 KiB

દેવ તેઓની દરેક જરુરીયાતો પુરી કરતાં હતાં

આને આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવ તેઓને ખોરાક, પાણી, અને રહેઠાંણની દરેક વસ્તુઓ પુરી પાડતા, જે તેઓને જરુર પડતી.”

સ્વર્ગથી રોટલી, જે કહેવાય છે “માન્ના” 

આ નાની, રોટલી તેઓએ તેને “માન્ના” કહ્યું. લગભગ દરરોજ લોકો આ "માન્ના"ને એકઠું કરતાં અને તેઓના ભોજન રૂપે પકવતાં.

તેમણે સાથે સાથે લાવરીઓના ઝુંડને મોક્લ્યુ¦છાંવણી 

આને બીજી રીતે કહિ શકાય, “તેમને કારણે મોટી સંખ્યામાં લાવરીઓ તેઓની છાવણીમાં ઉડીને આવી.” જો લાવરીઓ ના ઓળખાય તો, અલગ, તેવા જ પ્રકારના પક્ષીનો ઉપયોગ કરી શકાય. અથવા આ રીતે ભાષાંતર કરી શકાય, “મોટી સંખ્યામાં મધ્યમ કદના પક્ષીઓ.”

તેઓની છાવણી 

જ્યાં ઈસ્રાએલીઓ સૂવાં માટે તેઓના તંબુ લગાવતા હતા. તેને “છાવણી” કહેવામાં આવે છે. તે ઈમારતોને બદલે તંબુઓનું એક શહેર હતું. અને તેને આસપાસ ફેરવી પણ શકાતું હતું.