gu_obs-tn/content/14/03.md

1.8 KiB

તેનાથી છુટકારો મેળવવો 

આ રીતે ભાષાંતર કરી શકાય, “તેઓને દેશની બહાર કાઢવાં” અથવા, “દેશમાંથી તેઓને દૂર કરવા.”

તેઓની સાથે સુલેહ ના કરતા 

આ રીતે ભાષાંતર કરી શકાય, “તેઓની વચ્ચે અથવા તેઓની સાથે શાંતિ પૂર્વક રહેતા નહિ” અથવા, “તેઓની સાથે શાંતિપૂર્વક રહેવાનુ વચન ન આપતા.”

તેઓની સાથે લગ્ન ન કરતા 

દેવ ઇચ્છતા ન હતા કે કોઈપણ ઈસ્રાએલી વ્યક્તિ કનાની વ્યક્તિ સાથે લગ્ન કરે.

તમે તેઓની મૂર્તિઓની આરાધના કરશો 

જો ઈસ્રાએલીઓ કનાનીઓના મિત્ર બની જાય અને મૂર્તિઓનો નાશ ના કરે તો તેઓ પણ દેવના બદલે તે મૂર્તિઓની આરાધના કરવા માટે પ્રલોભનમાં પડશે.

વધારે સ્પષ્ટ રીતે કહેવું હોય તો કનાનીઓ સાથે વધુ નિકટતાથી જીવવાથી અને તેઓના રીતી

રીવાજો શિખવાનુ પરીણામ “તમે મારી આરાધના કરવાનું બંધ કરશો” એ થશે, એવું તમે કહી શકો.