gu_obs-tn/content/13/05.md

1.9 KiB

(દેવે મૂસા સાથે વાત કરવાનુ ચાલુ રાખ્યુ.)

હું, યહોવા, આવેશ રાખનાર દેવ છું

આ રીતે ભાષાંતર કરી શકાય, “હું, યહોવા, જો મારા સિવાય બીજા કોઈની તુ આરાધના કરીશ કે પૂજીશ તો મને ક્રોધ આવશે” દેવ પ્રબળ રીતે ઈચ્છે છે કે એમના લોકો બીજી બધી વ્યક્તિ કે વસ્તુ કરતા અધિક એમને પ્રેમ કરે, એમની સેવા કરે, અને એમની આજ્ઞાઓનુ પાલન કરે. દેવ જ ફક્ત એકમાત્ર તેઓના જીવનનો માલિક હોવો જોઈએ.

મારા નામનો અનાદર ના કરો 

આ રીતે ભાષાંતર કરી શકાય, “મારા વિશે એવી રીતે વાતો ના કર જેથી કોઈ અનાદર અને અપમાન પ્રગટ થાય” અથવા “મારા વિશે એવી રીતે વાતો કર જે મને યોગ્ય આદર અને સન્માન મળે”.

સાતમો દિવસ 

આને ભાષાંતર કરવા માટે, અઠવાડીયાના કોઈ ચોક્કસ દિવસનો ઉપયોગ કરવા કરતા (“સાતમો”) નંબરનો ઉપયોગ વધારે યોગ્ય રહેશે.

મને યાદ રાખ 

આ રીતે ભાષાંતર કરી શકાય, “મને હ્રદયમાં સ્થાન સ્થાપો” અથવા, “મને સન્માન આપો.”