gu_obs-tn/content/13/04.md

1.7 KiB

ત્યારબાદ પરશ્વરે તેઓને કરાર આપ્યો અને કહ્યું 

દેવ હવે જે કહેવાના છે એ કરારનો એક ભાગ છે, એટલે કે, એ લોકોને તે બાબતો વિશે કહે છે જેનુ તેઓએ પાલન કરવું આવશ્યક છે. આ રીતે ભાષાંતર કરી શકાય, “ત્યારબાદ દેવે તેઓને પોતાના કરાર જણાવ્યો. એમણે કહ્યુ” અથવા, “ત્યારબાદ પરશ્વરે એમની જોડે એમનો કરાર કર્યો:”

યહોવા તમારો દેવ 

કેટલીક ભાષાઓમાં ક્રમ બદલવો અને “તમારો દેવ યહોવા” કહેવુ એ કદાચ વધુ સ્વાભાવિક લાગે. ખાતરી કરો કે એવું ન લાગે કે ઈસ્રાએલીઓ પાસે એકથી વધુ દેવતાઓ હતા. તે એકદમ સ્પષ્ટ હોવુ જોઈએ કે યહોવા એકમાત્ર દેવ છે.. આને બીજી રીતે ભાષાતંર કરી શકાય છે, “યહોવા, જે તમારા દેવ છે” અથવા, “તમારા દેવ, જેનુ નામ યહોવા છે.”

જેણે તમને ગુલામીમાંથી બચાવ્યા 

આ રીતે ભાષાંતર કરી શકાય, “મે તમને ગુલામીમાંથી છોડાવ્યા.”