gu_obs-tn/content/13/03.md

2.0 KiB

ત્રણ દિવસ પછી

બીજા શબ્દોમાં, ત્રણ દિવસ પછી તેઓ સિનાઈ પર્વત નજીક આવ્યા અને દેવ સૌ પ્રથમ તેઓ જોડે બોલ્યા.

આત્મિક રીતે પોતાને તૈયાર કર્યા

આ દેવને મળવા માટે તેઓની રીતી મુજબ પવિત્ર થવા તરફ નિર્દેશ કરે છે. આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે, "દેવને મળવા માટે તૈયાર થઈ ગયા", અથવા, "તેઓએ પોતાને દેવને મળવા માટે તૈયાર કર્યા."

તુરહીનો મોટો અવાજ

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, " અને તુરહીમાંથી એક મોટ્ટો અવાજ આવ્યો " અથવા, "અને એક તુરહી વગાડવામાં આવી અને એણે મોટ્ટો અવાજ કર્યો", અથવા, "અને તેઓએ તુરહી ફુંકાવાનો મોટ્ટો અવાજ સાંભળ્યો." તુરહીઓ ઘેંટાના શીંગડાઓમાંથી બનાવવામાં આવતી. એને એ દિવસે લોકો ને પર્વત પાસે ભેગા કરવા અને દેવને મળવા માટે વગાડવામાં આવતી હતી.

ફક્ત મૂસાને જ જવાની પરવાનગી હતી

આને આવી રીતે ભાષાંતર કરી શકાય, "દેવે મૂસાને જવાની પરવાનગી આપી, પરંતુ તેમણે બીજા કોઈને જવાની પરવાનગી આપી ન હતી."