gu_obs-tn/content/13/02.md

1.9 KiB

મારા નિયમોને અનુસરશો

આ આવી રીતે અનુવાદ કરી શકાય, "મારો કરાર જે કરવાનું કહે છે તે કરો." કરાર પ્રમાણે કરવુ અને માનવુ એ બે અલગ વસ્તુ નથી. આનો અર્થ વધુ સ્પષ્ટ રીતે કહેવાનો એક બીજો માર્ગ, "મારા કરારને પાળીને મારા કરારને માનો." દેવ જલ્દીથી જ તેમને કહેશે કે કરારની આવશ્યકતાઓ કઈ છે.

મારી ખરીદેલી સંપત્તિ

આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે, "તુ મારી અમુલ્ય સંપત્તિ છે" અથવા, "તમે મારા ખાસ લોકો કહેવાશો જેને હુ અન્ય લોકોના કરતા વધુ મુલ્યવાન માનુ છુ" અથવા, "તમે મારા પોતાના મુલ્યવાન લોકો હશો."

તમે ¦ યાજકોનું રાજ્ય કહેવાશો

આને આવી રીતે ભાષાંતર કરી શકાય, "હુ તમારો રાજા હોઈશ અને તમે યાજકો જેવા હશો." જેવી રીતે ઈસ્રાએલીઓ અને દેવની વચ્ચે યાજકો હતા તેવી રીતે ઈસ્રાએલીઓ અન્ય જાતિના લોકોને દેવ વિશે શીખવે અને દેવ અને એ જાતિઓ વચ્ચે મધ્યસ્થ બને તેવી તેમની પાસે અપેક્ષા હતી.