gu_obs-tn/content/07/10.md

1.7 KiB

શાંતિપૂર્ણ રહેતા હતા 

આ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે, એસાવ અને યાકૂબ એકબીજા પર ગુસ્સે ન હતા અને એકબીજા સાથે લડવા ચાહતા ન હતા.

તેને દફનાવ્યો 

આનો અર્થ આવો કરી શકાય છે કે તેઓ જમીનમાં એક ખાડો ખોદે છે, તેમાં ઇસહાકના શરીરને મૂકવામાં આવે છે, અને માટી અથવા પત્થરો સાથે ખાડો પુરી દે છે. અથવા આવું બની શકે છે કે તેઓ એક ગુફામાં ઇસહાકના શરીરને મૂકે અને એનું મુખ બંધ કરી દે.

કરારના વચનો

આ એ વચનો છે જે દેવે ઇબ્રાહિમ સાથે કરેલા કરારમાં કરવામાં આવ્યા હતા.

ઇસહાક પરથી યાકૂબ પર આવ્યા 

આ વચનો ઇબ્રાહિમ પરથી તેના પુત્ર ઇસહાક પર અને હવે એના પુત્ર યાકૂબ પર ઊતરી રહ્યાં હતા. એસાવને વચનો પ્રાપ્ત નથી થયા. આ પણ જુઓ    06-04 .

બાઇબલની એક વાર્તા   

આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં સહેજ અલગ હોઈ શકે છે.