gu_obs-tn/content/05/08.md

1.7 KiB

તેના પુત્રને મારવા 

દેવ માનવ બલિદાન માંગતા ન હતાં. દેવ એ જોવા ઇચ્છતા કે ઇબ્રાહિમ દેવને તેના પુત્ર કરતા વધારે પ્રેમ કરે છે અને પછી પણ તે દેવની આજ્ઞા પાળે છે કે નહિ જ્યારે દેવે તેને કહ્યું હતું કે તેના પુત્રને દેવને પાછો આપ. થોભી જા!

છોકરાને કોઈ ઈજા ન કરીશ ! 

દેવે ઇસહાકને સુરક્ષિત રાખ્યોં અને ઇબ્રાહિમને હત્યા કરવાથી દુર રાખ્યોં.

તું મારો ડર રાખે છે

ઇબ્રાહિમ દેવનો ભય રાખે છે, જેમાં દેવ માટે આદર અને સન્માનનો સમાવેશ થાય છે. તે વસ્તુઓને કારણે, તે દેવની આજ્ઞાનું પાલન કરતો હતો.

તારો એકમાત્ર પુત્ર 

ઇશ્માએલ પણ ઇબ્રાહિમનો પુત્ર હતો, પરંતુ ઇસહાક ઇબ્રાહિમ અને સારાહનો એકમાત્ર પુત્ર હતો. દેવનો કરાર ઇસહાક સાથે હતો અને ઇસહાક મારફતે દેવ તેમના વચન પરિપૂર્ણ કરશે.