gu_obs-tn/content/03/01.md

1.8 KiB

લાંબા સમય પછી 

આ વાર્તા સૃષ્ટીની રચના પછી ઘણી પેઢીઓ (સેંકડો વર્ષ) બાદ થાય છે.

ખૂબ જ હિંસક અને દુષ્ટ 

આમ કહેવું વધુ સરળ હોઈ શકે છે, "દુષ્ટ બની ગયા હતા અને હિંસક કાર્યો કરતા હતા".

તે અતિશય ખરાબ બની ગયા હતા

આમ કહેવું સ્પષ્ટ હોઈ શકે કે "​​લોકો હાનિકારક અને દુષ્ટ રીતે વર્તન કરતા હતા."

દેવે નાશ કરવાનું નક્કી કર્યું 

 આનો અર્થ એ નથી કે પૃથ્વીનો સંપૂર્ણપણે નાશ થશે. દેવે એ તમામ લોકોનો નાશ કરવાનું આયોજન કર્યું જેઓએ તેમની સામે બળવો કર્યો હતો અને જેઓ આવા અનિષ્ટ અને હિંસાનું કારણ હતા. આ જળપ્રલયના કારણે ભૂમિના દરેક પ્રાણીઓ અને પક્ષીઓ મરી જશે.

વિશાળ જળપ્રલય 

ખૂબ ઊંડુ પાણી જે પૃથ્વી પર છવાઈ ગયું છે, એ સ્થાનોમાં પણ જ્યાં જમીન સામાન્ય રીતે કોરીસૂકી રહેતી હતી, તેમજ સૌથી ઉંચા પર્વતોના શિખરો પર છવાયેલું હતું.