gu_obs-tn/content/02/11.md

1.6 KiB

જમીન શ્રાપિત છે 

આદમની આજ્ઞાભંગ માટેની શિક્ષા તરીકે, પૃથ્વી લાંબા સમય સુધી ફળદાયી નહિ રહેશે. પૂરતો ખોરાક ઉત્પન્ન કરવા માટે આદમે ખૂબ જ ભારે શારીરિક કામ કરવું પડશે.

તું મૃત્યુ પામીશ 

તેના આજ્ઞાભંગની અંતિમ સજા મૃત્યુ હતી. આત્મિક મૃત્યુ એટલે કે દેવથી આપણી અલગતા. શારીરિક મૃત્યુ એ આપણું આપણા શરીરથી અલગ થવું એ છે.

ધૂળમાં પાછો મળી જઈશ 

દેવે ધૂળ અથવા માટીમાંથી આદમને રચ્યો અને તેને જીવન આપ્યું હતું. પાપના પરિણામે, તેનું જીવન તેની પાસેથી લઈ લેવામાં આવશે અને તેનું શરીર કોહવાઈ જશે અને ફરી ધૂળ બની જશે.

હવા, જેનો અર્થ થાય છે 'જીવન

આપનાર' 

બધા લોકોની માતા 

આનો અર્થ એ થાય કે તે બધા લોકોની સ્ત્રી પૂર્વજ હશે. કેટલીક ભાષાઓમાં કહે છે, "તે બધા લોકોની દાદી હશે."