gu_obs-tn/content/02/08.md

2.5 KiB

તમને કોણે જણાવ્યું કે તમે નગ્ન છો? 

અથવા, "તમે કેવી રીતે જાણ્યું કે તમે નગ્ન છો?" દેવ પહેલેથી જ તેમના બધા પ્રશ્નોના જવાબ જાણે છે. આ પ્રશ્ન અને પછીનો પ્રશ્નનો પૂછીને, તેમણે આદમને આજ્ઞાભંગ કરવાના તેમના પાપને કબૂલ કરવાની તક આપી. નગ્ન હોવું એ પાપ ન હતું. દેવે તેમને એવી રીતે જ બનાવ્યાં હતાં. તેમની નગ્નતાનું તેઓને ભાન થવું એ સમસ્યા હતી. તેમની શરમ દર્શાવે છે કે તેઓએ પાપ કર્યું હતું.

તેણીએ મને ફળ આપ્યું 

આદમ તેમની આજ્ઞાભંગ કબૂલ કરવાની અને દેવની આજ્ઞા તોડવાની જવાબદારી સ્વીકારવાને બદલે સ્ત્રી પર આક્ષેપ કરે છે.

શું કર્યું તમે? 

અથવા, "શા માટે તમે આ કર્યું?" દેવ પહેલેથી આ પ્રશ્નનો જવાબ જાણતા હતા. આ પ્રશ્ન પૂછીને તે સ્ત્રીને તેનો અપરાધ સ્વીકારવાની તક આપતા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે જે તેણે કર્યું તે તેણે કરવું જોઈતું ન હતું.

સાપે મને છેતરી 

સાપે તેણીને છેતરી અથવા તેણીને ગેરમાર્ગે દોરી છે. તે ખોટું બોલ્યો હતો. એ શબ્દ ન વાપરવો કે એણે તેણી પર સંમોહન કર્યું અથવા તેણી પર જાદુનો ઉપયોગ કર્યો. સ્ત્રી તેની અનઆજ્ઞાકારીતાને કબૂલ કરીને દેવની આજ્ઞા તોડવાની જવાબદારી સ્વીકારવાને બદલે સાપ પર આક્ષેપ મુકે છે.