gu_obs-tn/content/01/16.md

1.9 KiB

સાતમો દિવસ

સર્જનના છ દિવસ પછીનો દિવસ.

એમનું કાર્ય પૂર્ણ કર્યું

ચોક્કસ રીતે, દેવે સર્જન કરવાનું કાર્ય પૂર્ણ કર્યું. દેવ હજુ પણ અન્ય કાર્યો કરી રહ્યા છે.

દેવે આરામ કર્યો

દેવે "વિશ્રામ કર્યો" એ અર્થમાં કે એમણે કાર્ય કરવાનું બંધ કર્યું કેમ કે સૃષ્ટીનું સર્જન કરવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. દેવ ના તો થાકી ગયા હતા કે ના તો કાર્ય ચાલુ રાખવા અસમર્થ હતા.

સાતમા દિવસને આશીષિત કર્યો

દેવ પાસે સાતમા દિવસ માટે વિશેષ, હકારાત્મક યોજના હતી, જે દરેક સાતમા દિવસે પાળવાની હતી.

તેને પવિત્ર બનાવ્યો

એટલે કે, દેવે એ દિવસને ખાસ દિવસ તરીક "અલગ કર્યો" એ બાકીના અન્ય છ દિવસો પ્રમાણે એ દિવસ વ્યતીત ન થાય.

બ્રહ્માંડ

એમાં પૃથ્વી અને આકાશમાં, દેવનું સર્જેલ, દ્રશ્ય અને અદ્રશ્ય દરેક બાબતોનો સમાવેશ થાય છે.

બાઈબલની એક વાર્તા

આ સંદર્ભો કેટલાક બાઈબલના ભાષાંતર કરતા થોડાક અલગ હોઈ શકે.