gu_obs-tn/content/01/10.md

2.9 KiB

થોડી માટી લીધી

દેવે મનુષ્યને માટીમાંથી બનાવ્યો, અથવા જમીનમાની કોરી ભૂમિમાંથી. ભૂમિ માટે વપરાતા શબ્દો કરતા આ શબ્દ ખાસ રીતે અલગ પ્રકારનો હોવો જોઈએ.

એને બનાવ્યો

આ શબ્દ સુચવે છે કે દેવે સ્વયં પોતે આદમનું સર્જન કર્યું, જેને માણસની હાથેબનાવેલી કૃતિઓ સાથે સરખાવી શકાય. ખાસ ધ્યાન રાખો કે “સર્જન” કરતા અલગ શબ્દ વપરાયો હોય. એ નોંધો કે એમણે કેવી રીતે બાકીનું આ બધું ફક્ત આદેશ આપીને રચ્યું એનાથી આ ખુબ જ અલગ છે.

એક માણસ

અત્યાર સુધી ફક્ત માણસનું સર્જન કરવામાં આવ્યું હતું; સ્ત્રીનું સર્જન રચના ત્યાર બાદ અલગ રીતે કરવામાં આવ્યું હતું.

જીવનનો શ્વાસ ફુંક્યો

આ વાક્ય દેવનું એકદમ વ્યક્તિગત, ખૂબજ અંગત કાર્ય વર્ણવે છે જેમ કે તેમણે પોતાનામાંથી જીવન આદમના શરીરમાં પસાર કરાવી દિધુ, એની સરખામણી કરો કે કેવી રીતે મનુષ્યો હવામાંથી શ્વાસ લઈ રહ્યા છે.

જીવન

આ પ્રસંગમાં, દેવે આદમમાં, શારીરિક અને આત્મિક બન્ને પ્રકારનું જીવન ફૂંક્યું.

આદમ

આદમનું નામ જુના કરાર પ્રમાણેનો શબ્દ “માણસ” જ છે, અને ભૂમિ માટેનો શબ્દ “માટી” સમાન જ છે જેમાંથી એ રચવામાં આવ્યો.

વાડી

જમીનનો હિસ્સો જેમાં વૃક્ષો અને ઝાડવાઓ ખોરાક અથવા સુંદરતા માટે ઉગાડવામાં આવ્યા હોય.

એની સંભાળ રાખે

ધ્યાન રાખીને, બીજ રોપીને, પાણી પાઈને, લણણી કાપીને, રોપાઓ ઉગાડીને વાડીની સંભાળ રાખે.